પ્રશ્ન 1. હાલમાં આશરે ૨૦૦૦ વર્ષ જૂનું બૌદ્ધ સ્થળ ક્યાં મળી આવ્યું?

જવાબ: બારામુલા જિલ્લાનું જેહનપોરા ગામ (જમ્મુ & કાશમીર) 

 

પ્રશ્ન 2. હાલમાં INS અરિઘાટ પરથી પરીક્ષણ કરાયેલ કયું મિસાઈલ છે જેની રેન્જ 3500km છે?

જવાબ: K – 4 મિસાઈલ

 

પ્રશ્ન 3. ગોવા રાજ્યમાં નવો જાહેર કરાયેલ ત્રીજો જિલ્લો કયો છે?

જવાબ: કુશાવતી

 

પ્રશ્ન 4. દુનિયામાં દુર્લભ પૃથ્વી ભંડારની દ્રષ્ટિએ ભારત દેશ કયા ક્રમે છે?

જવાબ: ત્રીજા

 

પ્રશ્ન 5. ગૂગલ (Google) કંપનીએ એવી સુવિધા રજુ કરી છે જે વપરાશકર્તાઓને ઇમેઇલ, ફોટા અથવા સંદેશા ગુમાવ્યા વિના તેમનું પ્રાથમિક ………….. સરનામું બદલવાની મંજૂરી આપી છે?

જવાબ: Gmail

 

પ્રશ્ન 6. કોને ૨૦૨૬-૨૦૨૯ વર્ષ માટે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) એથ્લેટ્સ કમિશનના પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યા છે?

જવાબ: પી. વી. સિંધુ

 

પ્રશ્ન 7. ભારતમાં જાહેર ક્ષેત્રની કઈ ટેલિકોમ કંપનીએ જાન્યુઆરી ૨૦૨૬માં રાષ્ટ્રવ્યાપી વોઇસ ઓવર વાઇફાઇ (VOWIFI) સેવાઓ શરુ કરી છે?

જવાબ: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL)

 

પ્રશ્ન 8. ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ ૨૦૨૬ નો સત્તાવાર માસ્કોટ (Mascot) કયો છે?

જવાબ: મોરવીર

 

પ્રશ્ન 9. કયા દેશે દવા શોધ સંશોધનને વેગ આપવા માટે ઓપન સોર્સ કોમ્પ્યુટેશનલ બાયોલોજી સોફ્ટવેર “PathGennie” વિકસાવ્યું?

જવાબ: ભારત 

 

પ્રશ્ન 10. ભારતીય કૃત્રિમ બુદ્ધિ સંશોધન સંગઠન (IAIRO – Indian AI research Organization) જાન્યુઆરી ૨૦૨૬ થી કયા શહેરમાં સ્થાપિત થશે?

જવાબ: ગાંધીનગર (ગુજરાત)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf