પ્રશ્ન 1. ભારતના દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ તરીકે કોની નિમણૂંક કરી છે?

જવાબ: તેજિન્દર સિંહ

 

પ્રશ્ન 2. કયો દેશ વિશ્વનો સૌથી મોટો ચોખા ઉત્પાદક દેશ બન્યો છે?

જવાબ: ભારત

 

પ્રશ્ન 3. કયા બે શહેરો વચ્ચે ભારતની પ્રથમ “વંદે ભારત સ્લીપર ટ્રેન” દોડશે?

જવાબ: ગુવાહાટી થી કોલકાતા

 

પ્રશ્ન 4. ભારતના કયા રાજ્યમાં યાત્રાધામ પર્યટનને પ્રોત્સાહન આપવા માટે “ભોરમદેવ કોરિડોર” પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો?

જવાબ: છત્તીસગઢ

 

પ્રશ્ન 5. કયા મંત્રાલય દ્વારા સ્કીલિંગ ફોર AI રેડીનેસ (SOAR) કાર્યક્રમની પહેલ કરવામાં આવી છે?

જવાબ: કૌશલ્યવિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય

 

પ્રશ્ન 6. ભારત દેશના કયા રાજ્યમાં ઈમોઈનુ એરાતપા ઉત્સવ ઉજવવામાં આવશે?

જવાબ: મણિપુર

 

પ્રશ્ન 7. ભારતના કયા રાજ્ય દ્વારા ઉદાસીન ભક્તોને માટે દર મહિને ૧૫૦૦ રૂપિયા નાણાંકીય સહાય યોજના શરુ કરી છે?

જવાબ: આસામ

 

પ્રશ્ન 8. હાલમાં કયા દેશ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમ પર વિશ્વનો પ્રથમ કાર્બન ટેક્સ શરુ કર્યો છે, જેને CBAM તરીકે ઓળખવામાં આવે છે?

જવાબ: યુરોપિયન યુનિયન/EU

 

પ્રશ્ન 9. નવી દિલ્હીમાં પોલીસે કયા ઓપરેશન હેઠળ ૧૩૦૦થી વધુ ગુમ થયેલા લોકોને શોધી કાઢ્યા છે?

જવાબ: ઓપરેશન મિલાપ

 

પ્રશ્ન 10. વર્ષ ૨૦૨૫માં ભારતના કયા રાજ્યમાં રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળના ડેટા અનુસાર વાઘના મૃત્યુની સૌથી વધુ સંખ્યા નોંધાય હતી?

જવાબ: મધ્ય પ્રદેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf