પ્રશ્ન 1. ભારતના કયા રાજ્ય દ્વારા ૪-૧૪ વર્ષના બાળકોના મૂલ્ય આધારિત શિક્ષણ માટે “સંસ્કાર શાળા ” યોજનાની પહેલ કરાઈ છે?

જવાબ: આસામ

 

પ્રશ્ન 2. વિશ્વની બહુરાષ્ટ્રીય IIT બનવા માટે ભારતની કઈ IIT એ વૈશ્વિક પહેલ શરુ કરી છે?

જવાબ: IIT મદ્રાસ (તામિલનાડુ રાજ્ય)

 

પ્રશ્ન 3. ભારતનું કયું રાજ્ય બેન્ક ઓફ બરોડાના અહેવાલ મુજબ, નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬ના પ્રથમ નવ મહિનામાં ભારતનું ટોચનું રોકાણ સ્થળ રહ્યું છે?

જવાબ: આંધ્રપ્રદેશ

 

પ્રશ્ન 4. ભારતના કયા રાજ્ય દ્વારા દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે સમાવિષ્ટ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ સમર્પિત “બ્રેઇલ લાઈબ્રેરી” શરુ કરી છે?

જવાબ: ઉત્તર પ્રદેશ

 

પ્રશ્ન 5. કયા રાજ્યમાં ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેન શરુ થશે?

જવાબ: હરિયાણા (જીંદ અને સોનીપત વચ્ચે દોડ)

 

પ્રશ્ન 6. હાલમાં તામિલનાડુ રાજ્યમાં કયા અભ્યારણ્યમાં દુર્લભ પૂર્વીય શાહી ગરુડ જોવા મળ્યું હતું?

જવાબ: મુદુમલાઈ વાઘ અભ્યારણ્ય

 

પ્રશ્ન 7. દર વર્ષે કયા દિવસે પૃથ્વી પરિભ્રમણ દિવસ ઉજ્જવવામાં આવે છે?

જવાબ: ૮ જાન્યુઆરી

 

પ્રશ્ન 8. હાલમાં રાજસ્થાન રાજ્યની કઈ વનસ્પતિને GI (ભૌગોલિક સંકેત) ટેગ મળ્યો છે?

જવાબ: નાગૌરી અશ્વગંધા

 

પ્રશ્ન 9. કેન્દ્રીયમંત્રી અમિત શાહ દ્વારા કયા સ્થાન પર “ઇન્ટીગ્રેટેડ સિક્યુરિટી હબ” નું ઉદ્દઘાટન કરવામાં આવ્યું?

જવાબ: આંદામાન અને નિકોબાર ટાપુઓમાં

 

પ્રશ્ન 10. મોટા પાયે ડ્રોન કામગીરીને યુદ્ધમાં એકીકૃત કરવા માટે ભારતીય સેના દ્વારા બનાવવામાં આવેલ આધુનિક યુદ્ધદળનું નામ શું છે?

જવાબ: ભૈરવ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

modal close icon
Download pdf