12 March 2026 Current affairs
12 March, 2026
પ્રશ્ન 1. UIDAI દ્વારા આધાર સેવાઓ વિશે માહિતી પૂરી પાડવા માટે કયો મેસ્કોટ લોન્ચ કરવામાં આવ્યો છે?
જવાબ: ઉદય
પ્રશ્ન 2. હાલમાં કયા રાજ્યમાં “વિકસિત ભારત, વિકસિત બંદરો” કાર્યક્રમ હેઠળ ૨૩૫ કરોડ રૂપિયાના બંદર પ્રોજેક્ટસ શરુ કરવામાં આવ્યા હતા?
જવાબ: તામિલનાડુ
પ્રશ્ન 3. બાળલગ્નનો દર ઘટાડવા માટે ભારત સરકારે ૨૦૨૬ના અંત સુધીમાં કેટલા ટકાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે?
જવાબ: ૦.૧%
પ્રશ્ન 4. “લોહરી” નામ કયા બે પરંપરાગત ખાદ્ય શબ્દોનું મિશ્રણ છે?
જવાબ: તિલ અને રોરી
પ્રશ્ન 5. હાલમાં US ના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેટલી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાંથી ખસી જવાનો આદેશ આપ્યો છે?
જવાબ: 66
પ્રશ્ન 6. હબલ (Hubble) અવકાશ ટેલિસ્કોપે …………. ની શોધની પુષ્ટિ કરી, જે તારાવિહીન નિષ્ફળ ગેલેકસી છે, જે શ્યામ દ્રવ્ય દ્વારા પ્રભુત્વ ધરાવે છે?
જવાબ: ક્લાઉડ-9 (Cloud-9)
પ્રશ્ન 7. ભારતમાં નૃત્ય કલાનિધિ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો છે?
જવાબ: ઉર્મિલા સત્યનારાયણ
પ્રશ્ન 8. ભારતના કયા રાજ્યમાં જાહેર રોકાણ બોર્ડ દ્વારા મંજુર કરાયેલ “કમલા હાયડ્રોઇલેકટ્રીક પ્રોજેક્ટ” સ્થાપિત થઇ રહ્યો છે?
જવાબ: અરુણાચલ પ્રદેશ
પ્રશ્ન 9. ભારતમાં કયા મંત્રાલય દ્વારા “પ્રધાનમંત્રી રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના” સંચાલિત થાય છે?
જવાબ: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
પ્રશ્ન 10. ભારતમાં “રાયસીના સાયન્સ ડિપ્લોમસી ઇનિશિએટિવ” (RSDI) ૨૦૨૬ નો મુખ્ય ઉદ્દેશ શું છે?
જવાબ: વિજ્ઞાન, ટેકનોલોજી અને ડિપ્લોમસી વચ્ચેના સંબંધને વધારવો